MORBIMORBI CITY / TALUKO
MORBI: મોરબીના જાંબુડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા




MORBI: મોરબીના જાંબુડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું છે. મોરબી તાલુકા પંચાયતની ૭-જાંબુડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશન ગમારાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા, ભાજપના ઉમેદવાર સંદીપભા ભૂપતભા ગઢડાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે આ બેઠક કબજે કરીને વિજયી પ્રારંભ કર્યો છે




