MORBI:મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા – ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.







MORBI:મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા – ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.


મોરબીમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 72 મી વખત રક્તદાન કરતા જયેશ જાની
મોરબીમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં રૂપલબેન શાહે 55 મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી
મોરબી,સ્વ. સંગીતાબેન દિવ્યકાન્ત ભાટિયાની સ્નેહ સ્મૃતિમાં તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંડારીયા પરિવાર અને ભાટિયા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 રક્તદાતા ઓ એ રક્તદાન કરી સ્વ. સંગીતાબેન ને શ્રદ્ધાંજલિ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દર વર્ષે કુંડારીયા પરિવાર અને ભાટિયા પરિવાર દ્વારા સ્વ. સંગીતાબેનને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે સમાજ માટે એક પ્રેરણા રૂપ છે. ઉનાળાના સમયમાં બ્લડની ખૂબ જ ખેંચ પડતી હોય છે તેવા સમયે આ પરિવાર રક્તદાન કેમ્પ કરી અને થેલેસેમિયાના બાળકો તેમજ ગરીબ દર્દીઓ માટે મોટી સેવા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રક્તદાન કેમ્પમાં કોરોના કાળ દરમ્યાન 200 જેટલા કોરોના ગ્રસ્ત શબને અંતિમ સંસ્કાર કરનાર જયેશભાઈ જાનીએ 72 મી વખત અને યોગ બોર્ડના રૂપલબેન શાહએ 55 મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી,રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે નવનીતભાઈ કુંડારીયા (કોર્પોરેટર) અને દિવ્યકાન્ત ભાટિયા તેમજ કુંડારીયા અને ભાટિયા પરિવારના યુવાનોએ સહકાર આપ્યો હતો.સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણા એ સ્વ. સંગીતાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આયોજકો, રક્તદાતા ઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.




