GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સંગીતાબેનની સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
MORBI:મોરબીના સંગીતાબેનની સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના સંગીતાબેનની સ્મૃતિમાં ભાટિયા- કુંડારીયા પરિવાર દ્વારા યોજાયેલ કેમ્પમાં 86 બોટલ રક્ત એકત્ર થયું
મોરબી,અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાની દિવ્ય સ્મૃતિમાં દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે *રક્તદાન કેમ્પ*નું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે કરવામાં આવેલ.રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા,વ્હાલા, સંબંધીઓએ મિત્ર મળી 86 બોટલ રક્ત એકત્ર કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં જયંતિભાઈ રાજકોટિયા પ્રમુખ જિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કેમ્પનું આયોજન વ્યવસ્થાપન નવનિતભાઈ કુંડારિયાએ કર્યું હતું.