KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ખંડોળીમાં ક્ષત્રિય સમાજનો સમૂહલગ્નોત્સવ: સાંસદ-ધારાસભ્યની હાજરીમાં નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા.

 

તારીખ ૧૧/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તાલુકાના ખંડોળી ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા 22મા ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ પ્રભુતામાં પગલાં માંડી રહેલા નવયુગલોને આશીર્વાદ આપીને પ્રસન્ન અને પ્રેમાળ લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સેવાકીય અને સામાજિક પ્રકલ્પોનું આયોજન એ સમાજની એકતા અને ઉન્નતિનાં દર્શન કરાવે છે. આવા સમૂહ લગ્નોત્સવથી સમાજમાંથી કુરિવાજો દૂર થાય છે અને આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળે છે. સાંસદ રાજપાલસિંહ જાદવે સફળ આયોજન બદલ કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના સર્વે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વર-વધૂના પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!