TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક કેટરિંગનું કામ કરવા જતું છોટા હાથી પલ્ટી મારી ગયું
TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક કેટરિંગનું કામ કરવા જતું છોટા હાથી પલ્ટી મારી ગયું
મોરબીથી રાજકોટના ખીજડિયા ગામે કેટરિંગનું કામ કરવા માટે મહિલાઓ અને યુવતીઓ છોટા હાથી વાહના જઇ રહી હતી તેવામાં ટંકારા તાલુકાનાં વિરપર ગામ પાસે કોઈ કારણોસર છોટા હાથી વાહન પલ્ટી મારી ગયું હતું અને તે વાહનમાં બેઠેલા 15 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીની સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મોરબી રાજકોટ હાઇવે રોડ પર વિરપર ગામ નજીક આજે સવારે 7 વાગ્યાના અરસામાં એક છોટા હાથી વાહનમાં કેટરિંગનું કામ કરવા માટે જતાં માણસો જય રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે વાહન પલ્ટી મારી ગયું હતું જેથી છોટા હાથીમાં બેઠેલા 15 લોકોને ઇજા થઈ હતી જેથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી હતી. હાલમાં ઇજા પામેલા લોકો પાસેથી મળી રહેલા માહિતી મુજબ રાજકોટના કુવાડવા નજીક આવેલા ખીજડિયા ગામે ધાર્મિક પ્રસંગમા ભોજન પીરસવા માટે કેટરિંગનું કામ કરતી યુવતીઓ અને મહિલાઓ મોરબીથી જઇ રહી હતી ત્યારે છોટા હાથી વાહ પલ્ટી મારી ગયું હતુ અને અકસ્માતનો બનાવ બનેલ છે.
આ અકસ્માતમાં એક બે યુવતીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું અને અન્ય લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.