GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રંગપર નજીક CID ક્રાઇમના દરોડા ગેરકાયદેસર યુરિયા ખાતરની બેગનો જથ્થો ઝડપાયો 

 

MORBI:મોરબી રંગપર નજીક CID ક્રાઇમના દરોડા ગેરકાયદેસર યુરિયા ખાતરની બેગનો જથ્થો ઝડપાયો

મોરબીના રંગપર ગામ નજીક ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ગાંધીનગર CID ક્રાઇમ અને ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો 804 બેગ યુરિયા ખાતરની બેગનો જથ્થો મળી આવતા ટીમે તેને જપ્ત કરી લીધો છે. તંત્ર દ્વારા હાલમાં જપ્ત કરાયેલ આ જથ્થામાંથી છ અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા હાલ વધુ ચકાસણી માટે જુનાગઢ સ્થિત. સરકારી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપી આપવામાં આવ્યા છે

ગાંધીનગર CID ક્રાઇમ અને ખેતીવાડી નિયામકની સંયુક્ત ટીમે આ સફળ દરોડો પાડ્યો છે.આ ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોના દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી વિસ્તારમાં ગેરકાયદેસર ખાતરના કાળાબજારીયાઓ અને માફિયાઓ સામે સીઆઈડીની આ મોટી કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.હાલ સ્થળ પર બંને ટીમો દ્વારા કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, હાલ આ શંકાસ્પદ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ત્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ

Back to top button
error: Content is protected !!