MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે  સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ

 

MORBI:મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે  સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ

 

દેશના વડાપ્રધાનશ્રી તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે આપવામાં આવેલા “સહકાર થી સમૃદ્ધિ” ના સંકલ્પ અન્વયે મોરબી જિલ્લામાં ૨૯

જૂન થી ૦૬ જુલાઈ – ૨૦૨૬ દરમિયાન રાષ્ટ્રીય સહકાર સપ્તાહની કરવામાં આવી રહી છે. આ ઉજવણીના પ્રથમ દિવસે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)શ્રી ડૉ. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં “સહકાર પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત છેવાડાના માનવી સુધી સહકારી ક્ષેત્રની ઉમદા ભાવનાને વધુ મજબૂત કરવા અને જન-જન સુધી સહકારિતાનો પાવન સંદેશ પહોંચાડી આર્થિક ઉત્કૃષ્ટતા લાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લાની વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ ખાતે વિશેષ આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાઓના પદાધિકારીઓ, વહીવટી કર્મચારીઓ અને ઉપસ્થિત સભાસદોએ એકત્રિત થઈને પરસ્પર એકતા અને સહકારના શપથ ગ્રહણ કર્યા હતા, તેમ મોરબી જિલ્લા રજિસ્ટ્રારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!