MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સબ જેલમાં સ્પેશિયલ સ્કવોડના સર્ચ ઓપરેશનમાં 2 મોબાઈલ મળતા જેલ સ્ટાફમાં દોડધામ

MORBI:મોરબી સબ જેલમાં સ્પેશિયલ સ્કવોડના સર્ચ ઓપરેશનમાં 2 મોબાઈલ મળતા જેલ સ્ટાફમાં દોડધામ

 

મોરબીની સબ જેલ ફરી એકવાર સુરક્ષામાં ક્ષતિને કારણે વિવાદમાં આવી છે. આજે બપોરે અમદાવાદની સ્પેશિયલ ઝડતી સ્કવોડ દ્વારા જેલમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બિનવારસી હાલતમાં બે મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.



​અમદાવાદ જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની સ્પેશિયલ ટીમ આજે સવારે ૧૧:૦૫ કલાકે સરકારી ગાડીમાં ઓચિંતી મોરબી સબ જેલ ખાતે પહોંચી હતી. ટીમે બપોરે ૧:૦૦ વાગ્યા સુધી જેલના દરેક ખૂણે-ખૂણે સઘન તપાસ કરી હતી.બાથરૂમમાં છુપાવેલા હતા મોબાઈલ‌ તપાસ દરમિયાન જેલના બેરેક નંબર ૪ પાસે આવેલા બાથરૂમના પાણી જવાના બાકોરામાં કાળા કલરના પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. હીરો (HERO) કંપનીનો બ્લ્યુ કલરનો કી-પેડ ફોન (સીમકાર્ડ વગરનો) HMD કંપનીનો ગ્રે કલરનો કી-પેડ ફોન (પાસવર્ડ પ્રોટેક્ટેડ અને IMEI નંબર ઘસેલી હાલતમાં).કાયદેસરની કાર્યવાહી‌ હાથ ધરી જેલર દેવશીભાઈ કરંગીયાએ આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૨૩ તથા પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા કેદીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેલમાં આટલી કડક સુરક્ષા હોવા છતાં પ્રતિબંધિત મોબાઈલ અંદર કેવી રીતે પહોંચ્યા? અને આ ફોનનો ઉપયોગ કયા કેદીઓ કરી રહ્યા હતા? તેની તપાસ હાલ પી.એસ.આઈ. કરકર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!