MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સરકારી શિક્ષિકાને સાસરિયાઓનો ત્રાસ: પતિ, સાસુ-સસરા સહિત ૫ સામે ફરિયાદ

 

MORBI:મોરબીમાં સરકારી શિક્ષિકાને સાસરિયાઓનો ત્રાસ: પતિ, સાસુ-સસરા સહિત ૫ સામે ફરિયાદ

 

 

મોરબીની શ્રી રામ સોસાયટીમાં રહેતા અને સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ગંભીર ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દીકરીઓ હોવા બાબતે અને ઘરકામના બહાને સાસરિયાઓ દ્વારા અવારનવાર મેણાટોણા મારી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.

મળતી માહિતી મુજબ, મોરબીની શ્રી રામ સોસાયટી (બાપા સીતારામ ચોક પાસે) માં રહેતા અને મોટા દહીસરા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા પુનમબેન બ્રિજેશભારથી ગોસ્વામી (ઉં.વ. ૪૩) એ આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, લગ્નજીવન દરમિયાન તેમના પતિ અને સાસરિયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં તેમજ ઘરકામ મુદ્દે હેરાનગતિ કરવામાં આવતી હતી. આ ઉપરાંત, ફરિયાદીને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને દીકરો નથી, તે બાબતને લઈને સાસરિયાઓ અવારનવાર એકબીજાની ચડામણી કરતા હતા અને મેણાટોણા મારીને માનસિક તેમજ શારીરિક દુઃખ-ત્રાસ આપતા હતા.

 

મહિલા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર શિક્ષિકાએ નીચે મુજબના સાસરિયા પક્ષના સભ્યો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે:બ્રિજેશ ભારથી કિશોર ભારથી ગોસ્વામી (પતિ)હંસાબેન કિશોર ભારથી ગોસ્વામી (સાસુ)કિશોર ભારતી લાલ ભારથી ગોસ્વામી (સસરા)ધર્મેશ ભારથી કિશોરભારથી ગોસ્વામી (જેઠ)(તમામ રહે. શ્રીરામ સોસાયટી, આનંદ સ્ટેશનરી બાજુમાં, મોરબી)નિરાલી બેન રિતેશ પરી ગોસ્વામી (નણંદ) (રહે. આદિપુર, જી. કચ્છ) મોરબી મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!