HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદમાં કૃષ્ણનગરમાં બનેલી ઘટનામા બે સામે ફરીયાદ દાખલ 

HALVAD- હળવદમાં કૃષ્ણનગરમાં બનેલી ઘટનામા બે સામે ફરીયાદ દાખલ

 

 


રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ

હળવદમાં પરિણિતા સાથે પ્રેમ સંબંધના કારણે બંદુક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે સામે ફરીયાદ દાખલ રણછોડ ચાવડાએ હળવદ પોલીસ મથકે પંકજ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરા દલવાડી સામે ફરીયાદ નોંધાવી ફરીયાદી રણછોડભાઈ અને દયારામ ભાઈ શહેરમાં કણબીપરા પાસે પાનના ગલ્લે બેઠાં હતાં ત્યારે ધમકી આપી ગાડીમાં આવેલાં બન્ને શખ્સોએ ગાળો આપી બંદુક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી દયારામના પુત્રવધૂ સાથે ધર્મેન્દ્ર ગોઠીને પ્રેમસંબંધ હતો જે બાબતે માથાકુટમાં બંદુક દેખાડી
ધર્મેન્દ્ર ગોઠીના ભાઈ પંકજ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરા દલવાડી સામે ગુનો દાખલ પોલીસ મથકે આર્મ્સ એક્ટ , જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

Oplus_131072

મળતી માહિતી મુજબ હળવદમાં કૃષ્ણનગર પરામાં રહેતા રણછોડભાઈ ઓધવજીભાઈ ચાવડા ઉવ.૫૦ એ આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે.હળવદ કણબીપરા તથા આરોપી મેહુલભાઈ ઉર્ફે મેરુ પ્રેમજીભાઈ દલવાડી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા.૨૪/૦૨ના રોજ હળવદમાં મોરબી દરવાજા નજીક પટેલ સમાજ વાડી પાસે ભગવતી પાન નામની દુકાને ફરિયાદી રણછોડભાઈ અને તેમના મામા દયારામભાઈ બેઠા હતા, ત્યારે અગાઉ દયારામભાઈ તથા તેના દિકરાઓ આરોપી પંકજ ગોઠીના મોટાભાઇ ધર્મેન્દ્રભાઇ વિરુધ્ધમાં પોલીસ ફરીયાદ કરવી છે તેમ તેઓના રહેણાંક કૃષ્ણનગરપરા વિસ્તારમાં વાત કરતા હોય, જે બાબત આરોપી પંકજભાઈને નહિ ગમતા આરોપી તથા તેનો મિત્ર મેહુલભાઇ ઉર્ફે મેરૂભાઈ દલવાડી બન્ને જન એક કર્મ આવ્યા હતા, અને દયારામભાઇને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તે દરમિયાન ફરિયાદી રણછોડભાઈએ આરોપીઓને ગાળો આપવાની ના પાડતા બંને આરોપીઓ દ્વારા રણછોડભાઈને પણ ગાળો આપી બન્ને આરોપીઓ ત્યાંથી જતા રહેલ હતા, જે મુજબની ફરિયાદને આધારે હળવદ પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!