MORBI:મોરબી મંદિરની દાનપેટી ચોરી પ્રકરણના આરોપીના શરતી જામીન મંજૂર







MORBI:મોરબી મંદિરની દાનપેટી ચોરી પ્રકરણના આરોપીના શરતી જામીન મંજૂર
મોરબી એ. ડીવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ એક મંદિરની દાનપેટી તોડી ચોરી કરવાના ચકચારી ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી વતી રોકાયેલા મોરબીના યુવા અને વિદ્વાન ધારાશાસ્ત્રી દેવ કે. જોષીની કાનૂની દલીલો અને વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.



મોરબી એ. ડીવિઝન પોલીસ સ્ટેશનની હદમાં મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ચકચારી પ્રકરણમાં પોલીસે તપાસ ચલાવીને આરોપી ઋત્વિક જોષીની ધરપકડ કરી હતી અને તેને જેલહવાલે કર્યો હતો.જેલવાસ દરમિયાન આરોપી ઋત્વિક જોષી દ્વારા પોતાના બચાવ માટે મોરબીના વિદ્વાન વકીલ શ્રી દેવ કે. જોષી (ડી. કે. જોષી) મારફત મોરબી સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન યુવા ધારાશાસ્ત્રી દેવ કે. જોષીએ કોર્ટ સમક્ષ ધારદાર કાનૂની દલીલો રજૂ કરી હતી. તેમણે આ કેસના સમર્થનમાં નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ સીમાચિહ્નરૂપ ચુકાદાઓ (જજમેન્ટો) ટાંકીને દલીલો કરી હતી કે આરોપીને જામીન મળવા પાત્ર છે.બચાવ પક્ષના વકીલની ધારદાર અને કાનૂની દલીલો તેમજ રજૂ રાખેલા વિવિધ જજમેન્ટોને ધ્યાને લઈ, મોરબીની સેશન્સ કોર્ટે આરોપી ઋત્વિક જોષીના શરતી જામીન મંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી તરફે મોરબીના જાણીતા યુવા વકીલ શ્રી દેવ કે. જોષી રોકાયા હતા




