GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વીમા કંપનીની દાદાગીરી સામે ગ્રાહકની જીત: વાહનમાં આગ લાગતાં ₹12 લાખનો વીમો પાસ કરવાનો કમિશનનો આદેશ

MORBI:મોરબી વીમા કંપનીની દાદાગીરી સામે ગ્રાહકની જીત: વાહનમાં આગ લાગતાં ₹12 લાખનો વીમો પાસ કરવાનો કમિશનનો આદેશ

મોરબી તાલુકાના રાજપર ગામના રહીશ મયુરભાઈ બીજલભાઈ કતારિયાના વાહનમાં અમદાવાદ-હળવદ રોડ પર અચાનક આગ લાગી જતાં વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના બાદ એચ.ડી.એફ.સી. એરગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમાનો દાવો રદ (Repudiate) કર્યો હતો. જોકે, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવતાં, અદાલતે વીમા કંપનીને ગ્રાહકને પૂરેપૂરી રકમ એટલે કે ₹12,00,000 (અંકે રૂપિયા બાર લાખ) ચૂકવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.

શું હતી સમગ્ર ઘટના? મયુરભાઈ કતારિયા પોતાનું કોમર્શિયલ વાહન (Goods Carrying Vehicle) લઈને કૈલાસ પેપરમીલ, માળિયા-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હળવદ નજીક વાહનમાં એકાએક આગ લાગી હતી. વાહનની રૂ. 12 લાખની ગુડઝ કેરીંગ કમ્પ્રિહેન્સિવ વીમા પોલિસી હોવા છતાં, વીમા કંપનીએ ક્લેમ ના મંજૂર કરી દીધો હતો.

વીમા કંપનીની દલીલ અને કોર્ટનું અવલોકન:અન્યાય સામે મયુરભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન વીમા કંપનીએ એવો બચાવ લીધો હતો કે ગાડીમાં એક્સ્ટ્રા LED લાઈટ એક્સેસરીઝ ફિટ કરવાને કારણે તથા યોગ્ય માવજતના અભાવે આગ લાગી છે.

ગ્રાહક કમિશને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે:ગ્રાહક પાસેથી ‘એડ-ઓન કવર’ પેટે પણ પ્રીમિયમ વસૂલવામાં આવ્યું છે.ગ્રાહક નિયમિતપણે પ્રીમિયમ ભરતો હતો.માત્ર રેપ્યુડિએટ લેટર આપીને વીમા કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને આ તેમની સેવામાં મોટી ખામી છે.તમામ પાસાં ધ્યાને રાખી અદાલતે વીમા કંપનીને ફરિયાદી મયુરભાઈને પોલિસીની પૂરેપૂરી રકમ રૂ. 12,00,000 ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.

આ સફળ લડાઈ બાદ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું હતું કે ગ્રાહકે પોતાના હિત અને હક્ક માટે હંમેશાં અવાજ ઉઠાવવો જોઈએ. કોઈ પણ સ્થળે ગ્રાહક તરીકે અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.સંપર્ક સૂત્ર (મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ):પ્રમુખ: શ્રી લાલજીભાઈ મહેતા (મો. 98257 90412) મંત્રી: શ્રી રામભાઈ મહેતા (મો. 99047 98048) ઉપપ્રમુખ: શ્રી બળવંતભાઈ ભટ્ટ (મો. 93274 99185) ઉપપ્રમુખ: શ્રી હિતેશભાઈ મહેતા (મો. 99789 83986)

Back to top button
error: Content is protected !!