MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હોલો સેનેટરી કંપનીમાં ગેરકાયદે પ્રવેશતા અટકાવતા સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો

 

MORBI:મોરબી હોલો સેનેટરી કંપનીમાં ગેરકાયદે પ્રવેશતા અટકાવતા સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો

 

મોરબી: શહેરના ઘુટુ રોડ પર આવેલી એક સેનેટરી કંપનીમાં ફરજ નિષ્ઠા બજાવવી સિક્યુરિટી ગાર્ડને ભારે પડી છે. કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા અટકાવવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ગાર્ડ પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે

મૂળ જામનગરના વાગુદળ ગામના વતની અને હાલ હોલો સેનેટરીના લેબર ક્વાર્ટરમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 45 વર્ષીય અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત પર આ હુમલો થયો હતો. અરવિંદભાઈ જ્યારે કંપનીના ગેઈટ પર ફરજ પર હતા, ત્યારે આરોપી માનવ કાથરાણી ત્યાં હાજર હતો. આ દરમિયાન અન્ય ત્રણ શખ્સો મોટરસાયકલ પર આવ્યા હતા અને બંધ ગેઈટ ટપીને કંપનીના ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે સિક્યુરિટી ગાર્ડે આ શખ્સોને પૂછ્યા વગર અંદર જવાની ના પાડી, ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી માનવ કાથરાણીએ પોતાના ખિસ્સામાંથી લાપી ભરવાનું ધારદાર પતરું કાઢી અરવિંદભાઈના પેટના ભાગે ઝીંકી દીધું હતું. આ જીવલેણ હુમલા બાદ અન્ય શખ્સોએ પણ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ભોગ બનનાર ગાર્ડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે:માનવ કાથરાણી (રહે. વીશીપરા, મોરબી),નવાજ કટીયા (રહે. વીશીપરા, મોરબી),શેરમામદ કટીયા (રહે. વીશીપરા, મોરબી),ફૈઝાન મોવર (રહે. વીશીપરા, મોરબી)પોલીસે ગુન્હો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!