MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મૃતક ભાઈનું બુલેટ પરત માંગતા યુવાન પર જીવલેણ હુમલો; સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ ઘરમાં ઘૂસી બેટ-સળિયા ફટકાર્યા

MORBI:મોરબી મૃતક ભાઈનું બુલેટ પરત માંગતા યુવાન પર જીવલેણ હુમલો; સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ ઘરમાં ઘૂસી બેટ-સળિયા ફટકાર્યા

 

​મોરબી: શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલી મનુપાર્ક સોસાયટીમાં લોહીયાળ હિંસાની ઘટના સામે આવી છે. પોતાના મૃતક ભાઈનું બુલેટ મોટરસાયકલ પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક શખ્સે તેના બે સાગરીતો સાથે મળી યુવાનના ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.



​મળતી માહિતી મુજબ, મનુપાર્કમાં રહેતા નિલેશભાઈ પુનાભાઈ વાળા (ઉ.વ. ૪૦) ના ભાઈ અજયભાઈનું અવસાન થયું હતું. તેમનું બુલેટ મોટરસાયકલ (રજી. નં. GJ-36-AQ-7077) આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંધવા બારોબાર લઈ ગયો હતો. નિલેશભાઈ અવારનવાર આ બુલેટ પરત માંગતા હોવાથી સાગર ઉર્ફે ચોટી તેની પર ખાર રાખતો હતો.
​ઘરમાં ઘૂસીને હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી
​ફરિયાદ મુજબ, આરોપી સાગર ઉર્ફે ચોટી અન્ય બે અજાણ્યા ઈસમો સાથે કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં નિલેશભાઈના ઘરે આવ્યો હતો. આ શખ્સોએ ઘરમાં ઘૂસીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. હુમલાખોરોએ નિલેશભાઈને:માથાના ભાગે લાકડાનું બેટ ફટકાર્યું હતું. અન્ય એક ઈસમે પકડી રાખ્યા હતા, જ્યારે ત્રીજા શખ્સે લોખંડના સળિયા વડે આડેધડ માર માર્યો હતો.હુમલાખોરો યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.આ મામલે નિલેશભાઈ વાળાએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંધવા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!