GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:દેશની હાલની પરિસ્થિતિને પગલે મોરબીમાં સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડિઝાસ્ટર તાલીમ યોજાઈ

MORBI:દેશની હાલની પરિસ્થિતિને પગલે મોરબીમાં સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડિઝાસ્ટર તાલીમ યોજાઈ

 

 

યુદ્ધ અને સરહદી વિસ્તારોમની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ હાલની પરિસ્થિતીમાં અગમચેતીના પગલારૂપે આજે તા.૧૦/૦૫/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડીઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં મોરબી જિલ્લા પોલીસના કર્મચારી, જી.આર.ડી., હોમગાર્ડ તથા NCC ના જવાનો તેમજ આપદા મિત્ર એમ મળી કુલ ૨૦૦ જેટલા સભ્યોએ આ તાલીમમાં ભાગ લીધો હતો.તાલીમમાં યુધ્ધની તાકીદની પરિસ્થતી સમયે પ્રાથમિક સારવાર તથા ફાયરની બેઝીક તાલીમ આપવામાં આવી હતી.

આ તકે નાયબ પોલીસી અધીક્ષકશ્રી વી.બી. દલવાડી, જી.આર.ડી પોલીસ સબ ઇન્સ્પેક્ટરઈશ્રી જે.ડી. ડામોર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત તથા નાયબ મામલતદારશ્રી બી.એસ.પટેલ ઉપરાંત હેલ્થ અને ફાયરના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!