
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વાત્સલ્યમૂર્તિ રાજમાતા મિનળદેવી ગર્લ્સ સ્ટે હોમ મોડાસાની દીકરીએ ગણપતિ દાદાની સ્થાપના કરી
શ્રી ઋષિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ સ્ટે હોમની વ્હાલી દીકરીઓ ના ઉજ્જવળ ભવિષ્યના પ્રેરણા સ્ત્રોત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ના કોર્ડીનેટર દ્વારા ચૈત્રી નવરાત્રી ૨૦૨૫ ના નોમની દિવસ થી આર્થિક પરિસ્થિતિ નબળી ભણવામાં હોશિયાર હોય તેવી દીકરીઓ માટે નિશુલ્ક રહેવાનું ભોજન અન્ય ખર્ચાઓ ખૂબજ ઉત્સાહી સમાજસેવી ચંદનબેન પટેલ દ્વારા મોડાસા અરવલ્લી ખાતે શરૂ કરેલ ગર્લ્સ સ્ટે હોમ ની દીકરીઓ ભણવા સાથે આધ્યાત્મના ગુણો સંચાર થાય તે હેતું થી દેવાથી દેવ ગણેશા ની સ્થાપના કરી.
આ સ્ટે હોમ ના નામકરણ વાત્સલ્યમૂર્તિ રાજમાતા મીનળદેવી ગર્લ્સ સ્ટે ના નામકરણ માટે એક્સેલન્ટ ડૉ. પ્રો.(ડૉ) મનોજ ગોંગીવાલા એ માતબર રકમ અગિયાર લાખ રૂપિયા સમર્પિત કર્યા છે.સ્ટે હોમ ના કેરટેકર તેઓ જ્યારે બારમા ધોરણમાં ભણતા હતા ત્યારે ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તેઓ ની ડોક્ટર બનવાની ઈચ્છા અધૂરી રહી આવી ઈચ્છા દરેક આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી ના પડે તે ઉમદા હેતુસર તેમણે આ ગર્લ્સ સ્ટે હોમની શરૂઆત કરી છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે ખુશ રહેતી દિકરીઓ ની ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ.




