MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દેવ સોલ્ટ દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ-બેગ, નોટબુક અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

 

MORBI:મોરબી દેવ સોલ્ટ દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ-બેગ, નોટબુક અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

મોરબી શિક્ષણના પ્રોત્સાહન અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ‘દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન’ (દેવ સોલ્ટ) દ્વારા વર્ષ ૨૦૨૬ના શાળા પ્રવેશોત્સવ નિમિત્તે એક સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. કંપનીના કાર્યક્ષેત્રની આસપાસ આવેલા તમામ ગામોની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલ-બેગ, નોટબુકો તેમજ અન્ય જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વ્યાપક સ્તરે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવ સોલ્ટ કંપનીના જનરલ મેનેજર શ્રી ટોમી એન્ટોની, ડૉ. દિવ્યમ ધોકિયા, શ્રી પાર્થ પંચાલ, શ્રી રમજાન જેડા તેમજ શ્રી તાજમામદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નવનિર્વાચિત તેમજ અન્ય વિદ્યાર્થીઓને પોતાના વરદ હસ્તે શૈક્ષણિક કીટનું વ્યક્તિગત રીતે વિતરણ કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ફાઉન્ડેશન દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા અને બાળકોમાં ઉત્સાહ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આ અંતર્ગત, ગયા વર્ષે પ્રથમ વખત કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવેલી કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને આ વર્ષે વિશેષ રૂપે ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નવી સ્કૂલ-બેગ અને ટી-શર્ટ મેળવીને બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન દેવ સોલ્ટ ફાઉન્ડેશનની આ ઉમદા કામગીરીને સ્થાનિક ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વાલીઓએ બિરદાવી હતી અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!