આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા તંત્રને બિસ્માર માર્ગ બાબતે કરાય રજુઆત…

સાત દિવસમાં બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાશે અધિકારીઓએ આપી ખાતરી
ધારાસભ્ય ચૈતર વસાવા એ બિસ્માર રોડ રસ્તા ના મુદ્દે અધિક જિલ્લા કલેકટર સહિત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સાત દિવસમાં બિસ્માર માર્ગોના સમારકામની ખાતરી આપવામાં આવી હતી..જો તેમ નહિ થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન ની ચીમકી ચૈતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ભરુચ અંક્લેશ્વર સહિત જિલ્લા ના બિસ્માર રોડ ના મુદ્દે રસ્તા રોકો આંદોલન નું રણશિંગુ ધારાસભ્ય ચૈતર વસાવાએ ફુક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતાં તેમને પોલીસે ડીટેઈન કર્યા હતા જે બાદ આ મુદ્દે અધિક જિલ્લા કલેકટર ધાંધલ સમક્ષ કાર્યકરો સાથે જઇ આ મુદ્દે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઇવે અને સ્ટેટ રોડ ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં વાહન ચાલકો ની હાડમારી સહિત અકસ્માતો અંગે ની રજૂઆત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડ ના સમાર કામ માટેની માંગ કરવામાં આવી હતી.જેના પ્રત્યુતર માં અધિકારીઓ દ્વારા સાત દિવસમાં બિસ્માર રોડ ની મરામત ની ખાતરી આપવામાં આવી હોવાનું ચૈતર વસાવાએ જણાવી જો તેમ નહિ થાય પુનઃરસ્તા રોકો આંદોલન કરવાની અને તે પણ ટોલ પ્લાઝા ખાતે કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેઓએ એમ પણ કહ્યું હતું કે બ્રિટન ની સરકાર જેવા વિવિધ ટેક્ષ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે પણ સુવિધા સોમાલિયા જેવી આપવામાં આવે છે જે ચલાવી નહિ લેવાઈ ચૈતર વસાવા સાથે ભરુચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
સમીર પટેલ, ભરુચ


