MORBIMORBI CITY / TALUKO

MORBI લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ 

 

MORBI લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ

 

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વર્ષ ૨૦૨૫/૨૬ ના લાઈઝમના અંતિમ દિવસે પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા નો કાર્યકાળ પૂરો થતા

તેમના સન્માનમાં લાયન્સનગર(ગોકુળ) પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને તમામ સ્ટાફે પુસ્તક રૂપે સન્માનીય ભેટ

પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા આ પ્રોજેક્ટમાં હાજર લાયન સભ્યો ઝેડ સી અને મંત્રી લા કેશુભાઈ દેત્રોજા પુર્વ પ્રમુખશ્રીઓ લા ટી સી ફુલતરિયા લા અમરશી ભાઈ અમૃતિયા ખજાનચી લા ચંદુભાઈ કુંડારિયા અને પુર્વ ખજાનચી લા મણીલાલ જે કાવર ને આપવામાં આવ્યુ

ત્યાર બાદ ધોરણ ૫ થી ૮ ના વિધાર્થી ભાઈઓ બહેનોના શૈક્ષણિક

વિકાસ માટે અલગ અલગ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધા કરવામાં આવી જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય

નંબર લાવનારા વિધાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ ઉપરોક્ત હાજર સભ્યોના

હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા અને શાળા ના તમામ ૨૫૫ વિધાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બોલપેન આપવામાં આવી

આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ તમામ વિધાર્થી ભાઈઓ અને બહેનો ને નાસ્તો કરાવવામાં આવ્યો આ નાસ્તા અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિધાર્થીઓના સૌજન્ય દાતાપ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા હતા આ તમામ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયા દ્વારા કરવામાં આવ્યું તેમ ઝેડ સી અને મંત્રી લા કેશુભાઈ દેત્રોજા ની યાદી મા જણાવવામાં આવે છે

Back to top button
error: Content is protected !!