GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સાદુળકાની સીમમાંથી શ્રમિકનું ૭૦ હજારનું બાઇક ચોરાયું: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીના સાદુળકાની સીમમાંથી શ્રમિકનું ૭૦ હજારનું બાઇક ચોરાયું: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

મોરબી તાલુકામાં તસ્કરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલા એક કારખાનાના ગેટ બહાર પાર્ક કરેલું એક શ્રમિકનું કિંમતી બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી રફુચક્કર થઈ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અને હાલ મોરબીના સાદુળકા ગામની સીમમાં આવેલા ‘લેમીકોન વૂડલેન્ડ’ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ડ્રાઇવીંગ કામ કરતા ખીમરાજભાઈ વેશીયાભાઈ મેડાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેમનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજીસ્ટર નંબર: MP-45-ZL-1885) કારખાનાના મુખ્ય ગેટ બહાર પાર્ક કરેલું હતું. જેની અંદાજિત કિંમત ₹૭૦,૦૦૦ જેટલી થાય છે. આ પાર્ક કરેલું બાઇક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હતો.

બાઇક માલિકે કારખાના આસપાસ અને સ્થાનિક સ્તરે શોધખોળ કરવા છતાં મોટરસાયકલનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. શ્રમિકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી, કારખાના અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!