GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ
MORBI મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ
મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત જય ભારત નળીયાના કારખાના સામે આવેલ મનહરભાઈ વઢેકીયાના રહેણાંક મકાનની ઓરડીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ કિ.રૂ.૫,૪૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે, જ્યારે દરોડા દરમિયાન આરોપી મનહરભાઈ ગોપાલભાઈ વઢેકીયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી, એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.