MORBI:મોરબીના નાગડાવાસ ગામે ક્રેટા કારમાંથી ૨.૨૭ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
MORBI:મોરબીના નાગડાવાસ ગામે ક્રેટા કારમાંથી ૨.૨૭ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
જુના નાગડાવાસ ગામમાં વરંડામાં પડેલ હુન્ડાઈ ક્રેટા કારમાંથી પોલીસે ૩૩૬ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ અને કાર સહીત ૭.૨૭ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગાના વરંડામાં પડેલ કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં કાર જીજે ૩૬ એફ ૨૦૪૬ વાળી કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૩૬ બોટલ કીમત રૂ ૨,૨૭,૫૪૪ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૭,૨૭,૫૪૪ નો મુદામાલ કબજે લીધો છે તેમજ કારના માલિક અને કાર પડેલ મળી આવી તે વરંડાના કબ્જા ભોગવટાદાર વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે