MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
MORBI – મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાનમાંથી નાર્કોટિક્સ માદક પદાર્થ પોસડોડા 3 કિલો 195 ગ્રામ જેની કિંમત રૂ.9,585 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, જુમાભાઇ કરીમભાઇ ચૌહાણ રહે.મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળની શેરી નવાડેલા રોડ, મોરબીવાળો પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી વાળી જગ્યાએ આરોપીના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા આરોપી પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાનો જથ્થો વજન ૩ કિલો ૧૯૫ ગ્રામ જેની કિ.રૂ.૯,૫૮૫ તથા – લોખંડનો વજનકાંટો તથા તોલા નંગ-૩ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિંમત રૂપીયા-૧૦,૦૮૫/- મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(બી), મુજબની કાર્યવાહી કરી ઇસમની ધોરણસર અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.