MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વ્હિસ્કીની ચાર બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી વ્હિસ્કીની ચાર બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબીના એચડીએફસી ચોક નજીક લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી એકટીવામાં વિડેઢી દારૂની હેરાફેરી કરતા ઈસમને મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી લીધેલ હતો. પોલીસે સ્થળ ઉપરથી એકટીવા મોપેડ તથા વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એચડીએફસી ચોક નજીક લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી શંકાસ્પદ હાલતમાં એકટીવા મોપેડ રજી.જીજે-36-એએ-8387માં મોપેડની પાછળ થેલો લટકાવીને નીકળેલ શખ્સને રોકી તેની તલાસી લેતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ચાર બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી હિતેનભાઈ ઉર્ફે વિકી દિનેશભાઇ ઠોરિયા ઉવ.29 રહે.મોરબી પારેખ શેરી ગ્રીન ચોકની અટક કરી વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોપેડ તથા દારૂનો જથ્થો સહિતના કુલ રૂ.41,500/-ના મુદામાલ જપ્ત કરી સીટી એ ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ પ્રોહી. ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button