MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગાળા પાટિયા પાસે સર્જિકલ કંપનીમાં ભીષણ આગ, ભભુકી :ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે

 

MORBI:મોરબી ગાળા પાટિયા પાસે સર્જિકલ કંપનીમાં ભીષણ આગ, ભભુકી :ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે

મોરબી: શહેરના ગાળા પાટિયા નજીક આવેલી T Plus Surgicals નામની કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયો હતો.

સમય: સવારે  10:55 વાગ્યે ફાયર કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી.: T Plus Surgicals, ગાળા પાટિયા પાસે, મોરબી.

મોરબી ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.

સાધનો: એક મીની ફાયર ફાઈટર અને 20 હજાર લીટર ક્ષમતાવાળું વોટર બ્રાઉઝર ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યું છે.પ્રાથમિક અહેવાલો મુજબ, આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા અને તેને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગને કારણે કંપનીમાં રહેલા માલસામાન અને મશીનરીને કેટલું નુકસાન થયું છે, તેનો અંદાજ આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ જ લગાવી શકાશે.

Back to top button
error: Content is protected !!