MORBI:મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ બનવા પંચાવન ઉમેદવારોએ ભર્યા ફોર્મ! ફાટસર ગામ ની ગ્રામ પંચાયત સમરસ બની!
MORBI:મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ બનવા પંચાવન ઉમેદવારોએ ભર્યા ફોર્મ! ફાટસર ગામ ની ગ્રામ પંચાયત સમરસ બની!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. કુલ પંચાવન ઉમેદવારોએ સરપંચ બનવા ફોર્મ ભર્યા છે. હવે આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે આમરણ પાસે આવેલા ફાટસર ગામ ની ગ્રામ પંચાયત સમરસ બની છે તેવું ગામ નાં આગેવાન અને સમરસ ગ્રામ પંચાયતના બનનારા ઉપસરપંચ સિધ્ધરાજસિંહ જાડેજા એ માહિતી આપતા જણાવ્યું હતું .
મોરબી તાલુકાના અમરાપર (ના.), આમરણ, ઉંટબેટ શામપર , ઓમનગર, કેરાળી, કેશવનગર, ખારચીયા, ગીડચ, ગુંગણ, ધુનડા (સ.) જીવાપર (આ.), ડાયમંડનગર, ધુળકોટ, નવા સાદુળકા, નાગલપર, ફાટસર, બીલીયા, બેલા (આ.), રાજપર(કુંતાશી), રામપર (પાડાબેકર), લક્ષ્મીનગર, સોલંકીનગર, ઝીંઝુડા, ધરમપુર સહિતની ચોવીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજનાર છે. તથા ૩૯ ગામો અને ૬૧ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનારી છે.
મોરબી તાલુકામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે ૪૨ સભ્ય માટે ૨૧૭ તથા પેટા ચૂંટણીમાં સરપંચ માટે ૧૩ અને સભ્ય માટે ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે જ્યારે ફાટસર ગામે સમગ્ર ગામ નાં લોકોએ સરપંચ પદે ચંદુલાલ આંબા પરમાર અને ઉપ સરપંચ માટે સિધ્ધરાજસિંહ જાડેજા નાં નામો ની વાત મુકી તેમને અન્ય કોઈ ફોર્મ નહીં ભરતા ફાટસર ગામ ની ગ્રામ પંચાયત સમરસ બની ચુકી છે.