MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોટલ અને સ્કુલના બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી.
MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોટલ અને સ્કુલના બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૦/૦૬/૨૦૨૫ થી ૧૬/૦૬/૨૦૨૫સુધીમાં ૦૧ હોટલમાં ૧૯ સ્ટાફ ને તથા એક સ્કૂલ માં ૧૮૦ બાળકોને ખાતે ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ મોરબી શહેરમાં જુદી જુદી ૦૪ જગ્યા એ આગ લાગવાના બનાવ અને બે રેસ્ક્યુકોલ બનેલ તથા એક અન્યકોલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પોહચીને ઈમરજન્સી સેવા આપેલ.
આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલમાં આવેલ લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.