MORBI:મોરબી કુબેર ટોકીઝ પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા





MORBI:મોરબી કુબેર ટોકીઝ પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે સામાકાંઠે વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, બી ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે શોભેશ્વર રોડ પર આવેલી કુબેર ટોકીઝ પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત સ્થળ પર દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી છે:રવીભાઇ બળદેવભાઇ સોલંકી (ઉ.વ. ૩૮),દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા (ઉ.વ. ૪૦),દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા (ઉ.વ. ૨૫),હરજીભાઇ રાજાભાઇ ગમારા (ઉ.વ. ૩૫),જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયા (ઉ.વ. ૩૫) પોલીસે આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧૫,૦૦૦ની રોકડ રકમ જપ્ત કરી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



