MORBI:મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા




MORBI:મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી: શહેરમાં ગુનાખોરી ડામવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે મોરબી પોલીસ સતત એક્શન મોડમાં છે. તાજેતરમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવા બસ સ્ટેન્ડ પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નવા બસ સ્ટેન્ડની સામે આવેલા લાતી પ્લોટ વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં નસીબ અજમાવી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોની ધરપકડ કરી છે:મુકેશ આશુભાઇ કારીયા,બાબુ રાજાભાઇ કંજારીયા,રહિમ કાસમભાઇ સુમરા,સુરેશ વાલજીભાઇ કણજારીયા,અલ્તાફ કાસમભાઇ જુણાચ મુદ્દામાલની જપ્તી પોલીસ દરોડા દરમિયાન આ શખ્સો પાસેથી કુલ રૂપિયા ૨૪,૦૦૦ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



