નેત્રંગના થવા નજીકથી ટેન્કર ભરેલો દારૂનો 7.93 લાખનો જથ્થો ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
નેત્રંગના થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે દારૂ જુગારની પ્રવૃતિ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ ટીમ સાથે નેત્રંગ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન થવા ચેક પોસ્ટ નજીક એક શંકાસ્પદ ટેન્કર જણાતા તેની તપાસ કરતા ટેન્કરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની 5105 નંગ બોટલો કિંમત રૂપિયા 7.93 લાખ ની મળી આવી હતી,એલસીબીની ટીમે દારૂનો આ જથ્થો તેમજ ટેન્કર કિંમત રૂપિયા 10 લાખનું મળીને કુલ રૂપિયા 17.93 લાખ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો, અને ટેન્કર છોડીને નાશી ગયેલ ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરીને નેત્રંગ પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.




