MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર(વિરાટનગર) ગામે સ્વીટ કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

MORBI:મોરબીના રંગપર(વિરાટનગર) ગામે સ્વીટ કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

 

 

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે તાલુકાના રંગપર(વિરાટનગર) ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ પકડી લેવામાં આવી છે, જ્યારે દરોડા દરમિયાન કાર-ચાલક અંધારાનો લાભ લઈને કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. હાલ પોલીસે કાર તથા વિદેશી દારૂ સહિત ૩.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નાસી છેટેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે તાલુકાના રંગપર(વિરાટનગર) ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરી તરફથી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૨૭-ડીએચ-૯૬૮૯માં વિદેશી દારૂનો જથ્થો આવવાનો હોય, જેથી તાલુકા પોલીસ ટીમ વોચમાં હતી, તે દરમિયાન ઉપરોક્ત કાર નીકળતા તેને દૂરથી રોકવાનો ઈશારો કર્યો હોય, ત્યારે કાર ચાલક પોતાની કાર મૂકીને નાસી ગયો હતો, ત્યારે પોલીસે સ્વીફ્ટ કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ગ્રાન્ડ અફેયર પ્રીમિયમ વ્હિસ્કીની ૮ નંગ બોટલ કિ.રૂ.૨,૧૧૨/- મળી આવી હતી, આ સાથે પોલીસે સ્વીફ્ટ કાર કિ.રૂ.૩ લાખ સહિત કુલ કિ.રૂ. ૩,૦૨,૧૧૨/-નો મુદ્દામાલ કબ્જે લઈ ભાગી છૂટેલ આરોપી કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!