MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી:’તને ભડાકે દેવો છે’ કહીને બોલાવ્યો અને પછી સ્કોર્પિયો-કિયા કારમાં આવીને કર્યું અંધાધૂંધ ફાયરિંગ.

 

MORBI મોરબી:’તને ભડાકે દેવો છે’ કહીને બોલાવ્યો અને પછી સ્કોર્પિયો-કિયા કારમાં આવીને કર્યું અંધાધૂંધ ફાયરિંગ.

મોરબી: મોરબી પંથકમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે જાહેરમાં ગોળીબાર કરતા પણ તેઓ ખચકાતા નથી. ગત રાત્રિના મોરબી-માળિયા હાઈવે પર આવેલી બાલાજી હોટેલ પાસે જૂની અદાવતમાં પાંચ શખ્સોએ ફિલ્મી ઢબે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વિસીપરા કુલીનગર-૧ માં રહેતા શાહરૂખ ફિરોજ પઠાણ નામના યુવાનને આરોપી સાજીદ સાઉદીન જેડા સાથે ૧૫-૨૦ દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી. આ અદાવત રાખીને સાજીદે ગત રાત્રે શાહરૂખને ફોન કરી ગાળો આપી હતી અને ‘તને ભડાકે દેવો છે’ તેવી ધમકી આપીને તેને મોરબી-માળિયા રોડ પર આવેલા ટીંબડી પાટિયા પાસે બોલાવ્યો હતો.

શાહરૂખ અને તેના મિત્રો બાલાજી હોટેલ પાસે ઉભા હતા, ત્યારે સાડા બારેક વાગ્યાના અરસામાં આરોપીઓ સ્કોર્પિયો, કિયા અને સ્વીફ્ટ કારમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા.

હુમલાખોરોએ હોટેલ પાસે પહોંચતા જ જાનથી મારી નાખવાના ઈરાદે બંદૂક જેવો હથિયારો કાઢ્યા હતા:

પ્રથમ રાઉન્ડ: આરોપી સાજીદ જેડાએ પોતાની ગાડીમાંથી શાહરૂખ તરફ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે અલીભાઈ નામના યુવાનને માથામાં વાગતા તે ઢળી પડ્યા હતા.

બીજો અને ત્રીજો રાઉન્ડ: આરોપીઓએ ગાડી યુ-ટર્ન મારીને પરત લાવી નુરમામદ જેડાએ વધુ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ગોળીના છરા ફરિયાદી શાહરૂખને પેટના ભાગે અને તેના ભાઈ સલીમને છાતીના ભાગે વાગ્યા હતા.

આ હુમલામાં ઘાયલ થયેલા શાહરૂખ પઠાણ, અલીભાઈ કટિયા અને સલીમ પઠાણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મોરબી તાલુકા પોલીસે આ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે:

સાજીદ સાઉદીન જેડા – નુરમામદ જેડા – સમીર જેડા – બચલો જેડા – એક અજાણ્યો ઇસમ (સ્વીફ્ટ કારમાં આવેલ)

પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!