MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આંદેરણા ગામ નજીકથી વેરના કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

 

MORBI:મોરબીના આંદેરણા ગામ નજીકથી વેરના કારમાંથી  વિદેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે રેઇડ પાડીને આંદેરણા ગામ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા ૩.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ રોકવા માટે પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન સ્ટાફને સંયુક્ત રીતે એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે, “મોરબી તાલુકાના આંદેરણા ગામની સામે આવેલા પાધેડા વિસ્તારના ખરાબામાં એક સફેદ કલરની હુન્ડાઇ વેરના કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલો છે.”

બાતમીવાળી જગ્યા પર પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

ઇંગ્લીશ દારૂની બોટલ: ૯૬૦ નંગ (કિંમત રૂ. ૭૬,૮૦૦/-)હુન્ડાઇ વેરના કાર: રજીસ્ટ્રેશન નંબર GJ-01-KP-1882 (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૩,૭૬,૮૦૦/-: મોરબી તાલુકા પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ફરાર આરોપીઓ તેમજ દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને મોકલવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!