HALVAD:હળવદના કેદારીયા ગામની સીમમાંથી રૂ. 1.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની ધરપકડ




HALVAD:હળવદના કેદારીયા ગામની સીમમાંથી રૂ. 1.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની ધરપકડ
હળવદ પોલીસ ટીમે બાતમીના આધારે તાલુકાના કેદારીયા ગામની સીમમાં સફળ રેડ પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 324 નંગ દારૂની બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત


મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કેદારીયા ગામની સામે આવેલા બુસલીના માર્ગે વોંકળાના કાંઠે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોંકળાના કાંઠે દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 324 નંગ બોટલો મળી આવી હતી.મુદામાલ અને ધરપકડ કુલ મુદામાલ: રૂ. 1,51,200/- ની કિંમતનો વિદેશી દારૂ.ઝડપાયેલા આરોપીઓ: 1. નારાયણ નાનજીભાઈ સોનગ્રા (રહે. રણજીતગઢ, તા. હળવદ)2. કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા (રહે. રણજીતગઢ, તા. હળવદ) પોલીસે બંને આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી તેમની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. હળવદ પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



