HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી તાલુકા કારોબારીની રચના

 

HALVAD:હળવદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી તાલુકા કારોબારીની રચના

 

પ્રાંત અને જિલ્લા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નવા હોદ્દેદારોની ઘોષણા, આગામી બેઠકમાં જવાબદારીઓ ફાળવાશે

હળવદ, તા. 3 જુલાઈ: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, હળવદ તાલુકાની કારોબારી બેઠક શુક્રવારે યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત સંગઠન મંત્રી (પ્રાથમિક સંવર્ગ, ગુજરાત રાજ્ય) શ્રી હિતેષભાઈ ગોપાણી, મોરબી જિલ્લા અધ્યક્ષ શ્રી કિરણભાઈ કાચરોલા તથા જિલ્લા કારોબારીના શ્રી રમેશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં નવી તાલુકા કારોબારીની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.

આગેવાનોએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષકોના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે એકજૂથ બની કાર્ય કરવાની અપીલ કરી હતી. બેઠક દરમિયાન શિક્ષક હિતના વિવિધ મુદ્દાઓ, જૂની પેન્શન યોજના (OPS), ધોરણ 6 થી 8ના શિક્ષકોના પ્રશ્નો તથા સંગઠનના વિસ્તરણ અંગે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

નવી તાલુકા કારોબારીમાં શ્રી વાસુદેવભાઈ ભોરણીયાને અધ્યક્ષ, શ્રી રાજુભાઈ ગોહિલને મંત્રી, શ્રી હીરાભાઈ કણઝરીયાને સંગઠન મંત્રી, શ્રી કેતનભાઈ વડાવિયાને સિનિયર ઉપાધ્યક્ષ, શ્રી હરમિતભાઈ પટેલને કોષાધ્યક્ષ તથા શ્રીમતી રવિતાબેન પટેલને મહિલા ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

કારોબારી સભ્યો તરીકે વનરાજસિંહ રાજપૂત, હરેશભાઈ પટેલ, જલ્પેશભાઈ પટેલ, બીપીનભાઈ સંઘાણી, દીપકભાઈ પ્રજાપતિ, પિનાકિનભાઈ પરમાર, રાકેશભાઈ પટેલ, ખીમજીભાઈ મકવાણા અને મહેશભાઈ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંગઠનની કામગીરીમાં સતત યોગદાન અને અનુભવને ધ્યાનમાં રાખીને અગાઉની કારોબારીના કરસનભાઈ ડોડીયા, અવિનાશભાઈ ડામોર, નરેશભાઈ સોનગરા, સુરેશભાઈ રથવી, લાલજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધોળું, ઘનશ્યામભાઈ સોનગરા, ધવલભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, હરીસિંહ રાઠોડ, હાર્દિકભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ કણઝરીયા, પરેશભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, પરેશભાઈ લુહાર અને મહેન્દ્રભાઈ પટેલને યથાવત્ કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉપરાંત, સંગઠનને વધુ વિસ્તૃત અને સક્રિય બનાવવા મંડળ સંયોજક અને સહ-સંયોજકોની ટીમની પણ રચના કરવામાં આવી છે.

બેઠકના અંતે જણાવાયું હતું કે નવી કારોબારીના તમામ સભ્યો તથા મંડળ ટીમની વિભાગવાર જવાબદારીઓ આગામી બેઠકમાં જાહેર કરવામાં આવશે. અંતે નવી કારોબારીને શુભેચ્છાઓ પાઠવી સંગઠનને વધુ સશક્ત અને શિક્ષકહિતલક્ષી બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!