MORBI:મોરબીમાં ચાર માસ પહેલા સમર્પણ હોસ્પિટલ પાસેથી શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સ ઝડપાયો
MORBI:મોરબીમાં ચાર માસ પહેલા સમર્પણ હોસ્પિટલ પાસેથી શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સ ઝડપાયો
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસના આધારે એક ઇસમ જુના બસસ્ટેન્ડમા શંકાસ્પદ હાલતમા ચોરી કરવાના ઇરાદે ફરતો હોવાની એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ તેમજ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તા.૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ મોરબી શનાળા રોડ સમર્પણ હોસ્પીટલના પગથીયા ઉતરતા સમયે ફરીયાદી દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયા રહે.રાતાભેર તા.હળવદ જી.સુરેન્દ્રનગર વાળાના ખીસ્સામાથી મોબાઇલ ચોરી થયેલ હોય અને આ બનાવ સી.સી.ટી.વી મા કેદ થયેલ હોય અને આ તે જ ઇસમ મોરબી જુના બસ સ્ટેન્ડમા હોવાની બાતમી આધારે આરોપી રોહીતભાઇ શત્રુભાઇ રામજીભાઇ મકવાણા ઉવ.૨૨ રહે.ગોડલ તાલુકા પંચાયત જી. રાજકોટ વાળાને પકડી લેવામાં આવ્યો હતો. પકડાયેલ ઇસમને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને ઉપરોક્ત મોબાઇલ ચોરી કરેલાની કબુલાત આપી હતી, તેમજ ચોરી કારરલ મોબાઇલ કોઇ અજાણ્યા ઇસમને વેચી નાખેલ હતો. હાલ ની કબુલાત આપતો હોય જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ રાજકોટ અને ગોંડલ પોલીસ મથકમાં ચોરી અંગેના ગુનામાં કેસ નોંધાયેલ છે.