NATIONAL

વ્યક્તિને બંધક બનાવીને જેલ મોકલવાની ધમકી આપીને બે લાખ રૂપિયાની વસુલી કરતી પોલીસ ચોંકીના તમામ પોલીસ સસ્પેન્ડ !!!

પોલીસ સ્ટેશનમાં બેસાડી વિવિધ ધાક ધમકી આપીને 2 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.

બરેલીમાં પોલીસ વિભાગમાં મોટી હલચલ મચી ગઇ છે. એક વ્યક્તિને બંધક બનાવીને જેલ મોકલવાની ધમકી આપીને બે લાખ રૂપિયાની બિનકાયદેસર વસુલી કરવાના મામલે એસએસપીએ ફતેહગંજ પશ્ચિમની આખી પોલીસ ચોકીને જ સસ્પેન્ડ કરી દીધી છે. યુપીના બરેલીમાં ભ્રષ્ટાચાર મામલે મોટી કાર્યવાહી થઇ છે. એક વ્યક્તિને બંધક બનાવીને જેલ મોકલવાની ધમકી આપીને બે લાખ રૂપિયાની વસુલી અંગે એસએસપી અનુરાગ આર્યએ ફતેહગંજ પશ્ચિમની આખી પોલીસ ચોકીને જ સસ્પેન્ડ કરી દીધી છે. આરોપીઓમાં ચોકી ઇન્ચાર્જ બલવીરસિંહ અને બે કોન્સ્ટેબલ હિમાંશુ તોમર તથા મોહિત કુમારનો સમાવેશ થાય છે. ત્રણેયની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ કરાવવાની સાથે સાથે FIR પણ દાખલ કરવામાં આવી છે.

એસએસપી અનુરાગ આર્યના અનુસાર ગુરૂવારે રાત્રે માહિતી મળી હતી કે, ફતેહગંજ પશ્ચિમની ગ્રામ્ય પોલીસ ચોકીના સ્ટાફે ભિટૌરા ખાતે રહેતા બલવીરસિંહને ઘરેથી ઉઠાવી લીધા. પોલીસ સ્ટેશનમાં બેસાડી વિવિધ ધાક ધમકી આપીને 2 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યાર બાદ એસએસપીએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આ પ્રકારે તેઓ અનેક લોકો પાસેથી વસુલી કરી ચુક્યા છે.

કોન્સ્ટેબલ ચેકિંગના નામે ગમે તેને ઉઠાવી લાવતા હતા ત્યાર બાદ તેને છોડવાના બદલામાં તે વ્યક્તિની જેટલી શક્તિ હોય તે પ્રમાણે તોડ કરતા હતા. સમગ્ર મામલો સામે આવ્યા બાદ એએસપીએ કેટલા લોકોનો આ પ્રકારે તોડ કર્યો તેની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત આખી ચોકીના તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત તમામ વિરુદ્ધ FIR દાખલ કરીને સ્વતંત્ર તપાસ પણ સોંપી દીધી છે.

Back to top button
error: Content is protected !!