GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રણછોડનગરમાં ગાડીના ટાયરમાંથી હવા કાઢવા જેવી નજીવી બાબતે દંપતી સહિત ચાર પર હુમલો

 

MORBI:મોરબી રણછોડનગરમાં ગાડીના ટાયરમાંથી હવા કાઢવા જેવી નજીવી બાબતે દંપતી સહિત ચાર પર હુમલો

 

​મોરબી: શહેરના રણછોડનગર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ચાલેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. કારના ટાયરમાંથી હવા કાઢવા જેવી સામાન્ય બાબતમાં છ શખ્સોએ એક જ પરિવારના ચાર સભ્યો પર પાઈપ અને મૂઢમાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.



​રણછોડનગર પાણીના ટાંકા પાસે રહેતા અને છત્રી રિપેરીંગનું કામ કરતા અલ્કાબેન મુકેશભાઈ થરેચા (૪૨) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થઈ હતી. આ બાબતે બોલાચાલી થતા પાડોશમાં રહેતા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કર્યો હતો.

​પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે:
​ જેમાં સનીભાઈ નવીનભાઈ મારવણીયા,શિલ્પાબેન સનીભાઈ મારવણીયા,સાવનભાઈ નવીનભાઈ મારવણીયા
​અરજણભાઈ (સનીભાઈના સસરા),​જ્યોત્સનાબેન (સનીભાઈના સાસુ),​સનીભાઈની સાળી અલ્કાબેન આરોપી સનીભાઈએ માથાના ભાગે પાઈપ વડે હુમલો કર્યો હતો.
​સુમીત (અલ્કાબેનનો પુત્ર): સનીભાઈએ માથામાં પાઈપ મારી ઈજા પહોંચાડી હતી.​અક્ષત (અલ્કાબેનનો પુત્ર): સાવનભાઈએ મૂઢમાર માર્યો હતો.​મુકેશભાઈ (અલ્કાબેનના પતિ): સનીભાઈના સસરા અરજણભાઈએ મૂઢમાર માર્યો હતો.આ ઉપરાંત, સનીભાઈની પત્ની શિલ્પાબેન, સાસુ અને સાળીએ પણ ફરિયાદી અલ્કાબેન સાથે મારપીટ કરી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ જતાં-જતાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા​આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અલ્કાબેનની ફરિયાદના આધારે છ એ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!