GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભડિયાદ કાંટે રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા




MORBI:મોરબીના ભડિયાદ કાંટે રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડિયાદ કાંટા પાસેના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ચાર જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૪૬,૩૦૦ જપ્ત કરી છે

સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ કાંટે રહેતા મુનેશ ઉર્ફે ટીકુ નારણ મહાલીયાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા મુનેશ ઉર્ફે ટીકુ નારણ મહાલીયા, પ્રવીણ જેઠા જાદવ, પ્રવીણ મનજી ચાવડા અને સિરાઝ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૪૬,૩૦૦ જપ્ત કરી છે




