GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના એક ગામના લંપટ શિક્ષક સામે નાનકડી બાળાનુ શોષણ કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ.

 

તારીખ ૧૯/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ મા અભ્યાસ કરતી માસુમ બાળાને ચોકલેટ બતાવવાની લાલચે શિક્ષક દ્વારા પોતાનુ પેન્ટ ખીલી ગુપ્તાંગ બતાવ્યુ અને બાળકીને ગળે લગાવીને ચુંબન કરી અશોભનીય વર્તન કર્યું હોવાની વિગતો બહાર આવી છે. બાળકીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુલામનબી નામના શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે નાનકડા ગામની પ્રાથમિક શાળામાં આવો ઘૃણાસ્પદ બનાવ બનતા સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાઓ જામી રહી છે અને આવા શિક્ષક સામે લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે. સમગ્ર શિક્ષણ જગત ને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમા આવતા પોલીસે તાકીદે તપાસ શરૂ કરી આરોપી શિક્ષક ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં હોવાની વિગત બહાર આવી છે.

Back to top button
error: Content is protected !!