GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શોભેશ્વર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ચાર ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના શોભેશ્વર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ચાર ઈસમો ઝડપાયા
મોરબી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડની ધાર પાસે જાહેરમાં તીનપત્તીના જુગારની મજા માણતા ચાર પત્તાપ્રેમીઓની અટક કરી હતી. જેમાં વિજયભાઇ નટુભાઇ બાવરવા ઉવ.૩૬ રહે ગામ ત્રાજપર, રાજેશભાઇ લક્ષ્મણભાઇ ઢવાણીયા ઉવ.૩૮ રહે.ગામ મોટા દહિસરા તા.માળીયા(મી), અશોકભાઇ ધનજીભાઇ ગણેશીયા ઉવ.૩૫ રહે.ત્રાજપર ખારી રામકુવા વાળી શેરીમાં મોરબી-૨, અમીતભાઇ કાનજીભાઇ વરાણીયા ઉવ.૧૯ રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ ને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધેલ છે. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા ૧૦,૬૦૦/-ની રોકડ રકમ કબ્જે લીધી હતી. આ સાથે તમામ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.