MORBI:મોરબી ખાતે ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા શનિવાર અને રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે
MORBI:મોરબી ખાતે ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા શનિવાર અને રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાની જનતા માટે આશીર્વાદરૂપ સમાન ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ૩ નવાડેલા રોડ મોરબી ખાતે આગામી શનિવાર અને રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે
તા. ૧૯ ને શનિવારે સાંજે ૪ થી ૭ સુધી અને તા. ૨૦ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી નવાડેલા રોડ મોરબી ખાતેની શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ૩ ખાતે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા તેમજ તપાસ કરાવવા આવો ત્યારે કેશ પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે