MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં IPL મેચ પર જુગાર રમતો એક ઝડપાયો: કાર અને મોબાઈલ સહિત ૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય ૪ સામે ગુનો દાખલ

 

MORBI:મોરબીમાં IPL મેચ પર જુગાર રમતો એક ઝડપાયો: કાર અને મોબાઈલ સહિત ૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય ૪ સામે ગુનો દાખલ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન પંચાસર રોડ પર દરોડો પાડીને આઈપીએલ (IPL) ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂપિયા ૩,૨૮,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પંચાસર રોડ પર આવેલી ગીતામીલ સામેના વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વિશાલ હસમુખભાઇ ગાંભવા (ઉં.વ. ૩૨, રહે. રાજનગર-૩, પંચાસર રોડ, મોરબી) નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોન દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ પર રનફેર અને હાર-જીતના આંકડા લખી જુગાર રમી અને રમાડી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.કુલ ₹૩,૨૮,૧૦૦નો મુદ્દામાલ જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:રોકડા રૂપિયા: ₹૬૦૦ મોબાઈલ ફોન: ₹૫૦,૦૦૦ની કિંમતના ૨ નંગ કાર: ₹૩,૦૦,૦૦૦ની કિંમતની ટાટા નેક્સા કાર (રજીસ્ટ્રેશન નંબર: GJ-36-R-5242)કુલ મુદ્દામાલ: ₹૩,૨૮,૧૦૦

પકડાયેલા આરોપી વિશાલ ગાંભવાની આગવી ઢબે પૂછપરછ કરતાં આ જુગારના નેટવર્કમાં અન્ય ચાર ઇસમોની સંડોવણી પણ સામે આવી છે. જેમાં નીચે મુજબના શખ્સોના નામ ખૂલ્યા છે:૧. રાહુલભાઇ ઉર્ફે મુનાભાઇ વીડજા (રહે. મોરબી-૨, ઉમા ટાઉનશિપ)૨. શીવભાઇ (મૂળ રહે. સાવરકુંડલા, અમરેલી; હાલ રહે. જેતપુર, જી. રાજકોટ)૩. જયભાઇ ઉર્ફે જયભોલેનાથ (મૂળ રહે. રાજલા, જી. અમરેલી; હાલ રહે. જેતપુર, જી. રાજકોટ) ૪. કાળભૈરવ ઉર્ફે ભાણો (રહે. જેતપુર, જી. રાજકોટ) પોલીસ કાર્યવાહી: મોરબી એ ડિવિઝન પોલીસે પકડાયેલા આરોપી સહિત તમામ પાંચેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!