GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR:સોલાર પેનલ મંજૂરીના નામે લાખોની લાંચ! ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી ACBના સિકંજામાં

 

GANDHINAGAR:સોલાર પેનલ મંજૂરીના નામે લાખોની લાંચ! ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી ACBના સિકંજામાં

 

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ભ્રષ્ટાચારનો એક મોટો મામલો સામે આવ્યો છે. સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ફરી એકવાર લાલ આંખ કરી છે. ગાંધીનગર સ્થિત વિધુત નિરીક્ષક કચેરીના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે, જેના કારણે સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, એક અરજદારે સોલાર પેનલ લગાવવા અને તેની જરૂરી મંજૂરી (Approval) મેળવવા માટે વિધુત નિરીક્ષક કચેરીનો સંપર્ક કર્યો હતો. જો કે, નિયમ મુજબ કામ કરવાને બદલે ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીએ આ મંજૂરી આપવાના બદલામાં લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે સીધી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.

“ફરિયાદના આધારે ACBની ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગાંધીનગર કચેરી ખાતે એક સુનિયોજિત છટકું (Trap) ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન અધિકારી એ.બી. ચૌધરી ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.

ACB દ્વારા ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીની અટકાયત કરવામાં આવી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અધિકારીની અપ્રમાણસર મિલકતો અંગે પણ તપાસ થવાની શક્યતા સેવાઈ રહી છે. સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવાના સરકારના અભિયાન વચ્ચે આવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર ચર્ચાનો વિષય બન્યો છે.

Back to top button
error: Content is protected !!