GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR ગાંધીનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીમાં શૈલા હર્નિશ જોષીની મહિલા મંત્રી તરીકે નિમણૂક

 

GANDHINAGAR ગાંધીનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીમાં શૈલા હર્નિશ જોષીની મહિલા મંત્રી તરીકે નિમણૂક

 

 

ગાંધીનગર: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગાંધીનગર જિલ્લા માધ્યમિક સંવર્ગ (અનુદાનિત) ની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. આ નવી કારોબારીમાં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ગાંધીનગરના કર્મઠ શિક્ષિકા શૈલા હર્નિશ જોષીની મહિલા મંત્રી તરીકે મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે.

શૈલા જોષી શિક્ષણક્ષેત્રે તેમના સમર્પણ, કાર્યનિષ્ઠા અને સક્રિય સેવાઓ માટે જાણીતા છે. તેમની આ નિમણૂકથી શૈક્ષિક જગતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર શિક્ષકવર્ગ અને તેમના શુભેચ્છકોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના આગામી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી છે

.

Back to top button
error: Content is protected !!