HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું 

 

HALVAD:હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૨૦ વર્ષની એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી મુજબ, ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી અનીતાબેન માવજીભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૨૦) એ પોતાના ઘરના રૂમમાં છતના હુક સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવતીએ ક્યા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોત (અ.મોત) નો ગુનો નોંધી, આગળની વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!