MORBIMORBI CITY / TALUKO

GIRSOMANATH:ગીર સોમનાથમાં વેરાવળ નજીક ડારી ટોલ બુથ પર ભારે બબાલ, મોરબી ભાજપ મહામંત્રી અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારી

 

GIRSOMANATH:ગીર સોમનાથમાં વેરાવળ નજીક ડારી ટોલ બુથ પર ભારે બબાલ, મોરબી ભાજપ મહામંત્રી અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારી

 

વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર આવેલા ડારી ટોલ બુથ પર આજે બપોરે ૩ વાગ્યાના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવે અને ટોલ બુથના કર્મચારીઓ વચ્ચે ફાસ્ટ ટેગ બાબતે થયેલી ઉગ્ર માથાકૂટ બાદ મામલો બિચક્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે ૧૨ જેટલા ટોલ કર્મચારીઓને રાઉન્ડ અપ કર્યા છે, જ્યારે ટોલ મેનેજરે પણ સામો આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેની ગાડીનો ફાસ્ટ ટેગ બ્લેક લિસ્ટ થઈ ગયો હતો. આ ટેકનિકલ ખામીના કારણે ટોલ કર્મચારીઓએ ગાડીને આગળ પસાર થવા દીધી ન હતી. આ બાબતને લઈને તપન દવે અને ટોલ બુથના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર મારામારીમાં પરિણમી હતી.

આ ઘટના બની તેના થોડા જ સમયમાં ત્યાંથી વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પસાર થઈ રહ્યા હતા. ટોલ બુથ પર બબાલ થતી જોઈને તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની ગંભીરતાને સમજીને તાકીદે પોલીસને જાણ કરી હતી. જગદીશભાઈની સૂચના બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

તપન દવેનો પક્ષ: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈને ૧૨ જેટલા ટોલ બુથના કર્મચારીઓને રાઉન્ડ અપ (અટકાયત) કરી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટોલ મેનેજરનો પક્ષ: બીજી તરફ, ડારી ટોલ બુથના મેનેજર દેવેન્દ્રસિંગ પરિહારે બંને પક્ષે મારામારી થઈ હોવાનો દાવો કર્યો છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે તપન દવેએ જ ટોલ કર્મચારીઓ સાથે પ્રથમ બબાલ શરૂ કરી હતી. ટોલ પ્રશાસન દ્વારા પણ કર્મચારીઓ વતી પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!