MORBI:હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે મોરબીમાં ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન




MORBI:હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે મોરબીમાં ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આંબેડકર ઉપનગર, મોરબી) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે ઉજવાતા હિન્દુ સામ્રાજ્ય દિવસના અવસરે આગામી 28 જૂન, 2026 (રવિવાર)ના રોજ રાત્રે 9:00 વાગ્યે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલીનો પ્રારંભ કપિલા હનુમાનજી મંદિર, માધાપરના જાપા પાસે, વાવડી રોડ, મોરબી ખાતેથી થશે. આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાય તે માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા તેના તમામ આયામોના કાર્યકર્તાઓને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આયોજકોએ તમામ હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, યુવાનો તેમજ નાગરિકોને અચૂક હાજરી આપી રેલીને ભવ્ય અને સફળ બનાવવાની અપીલ કરી છે.હિન્દુ સામ્રાજ્ય દિવસ હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ગૌરવશાળી સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી યોજાનારી આ ભવ્ય બાઇક મશાલ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ હિન્દુ એકતાનો સંદેશ પ્રસરાવા આયોજકો દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.



