GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સનફ્લોરા હાઈટ્સ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી

MORBI:મોરબી સનફ્લોરા હાઈટ્સ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી

 

મોરબી સ્થિત સનફ્લોરા હાઈટ્સ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવ સમિતિ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ, આનંદ અને દેશભક્તિના વાતાવરણમાં આન, બાન અને શાન સાથે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં સનફ્લોરા હાઈટ્સના પ્રમુખ શ્રી મહેશભાઈ ઘોડાસરાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાના-નાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી મગનભાઇ જાકાસણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત માતાકી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

ઉત્સવ સમિતિ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે પછીના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નાના બાળકો કોઈપણ પ્રકારના ડર વિના સ્ટેજ પરથી પોતાની મૌલિકતા સાથે રજૂઆત કરી શકે તે માટે તેમને શિલ્ડ (ટ્રોફી) આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ અંગેની વિગતો મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી મણીભાઈ વી. સરડવાની યાદીમાં જણાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!