MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લજાઈની શ્યામસુંદર ગૌશાળામાં ભગવાન નરસિંહ પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

MORBI:મોરબી લજાઈની શ્યામસુંદર ગૌશાળામાં ભગવાન નરસિંહ પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

 

મોરબી: આજે તારીખ 30 એપ્રિલ 2026, ગુરુવારના રોજ શ્રી નરસિંહ ચતુર્દશીના પવિત્ર અવસરે લજાઈ સ્થિત શ્યામસુંદર ગૌશાળા ખાતે ભગવાન નરસિંહના પ્રાગટ્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૌરક્ષા અને વિશ્વ શાંતિના સંકલ્પ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ઉજવણીનો પ્રારંભ ભગવાન નરસિંહના મધુર નામ સંકીર્તનથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ: ભગવાન નરસિંહના વિગ્રહ પર પુષ્પો દ્વારા અભિષેક કરવામાં આવ્યો.મહા આરતી: ભક્તિભાવ પૂર્વક ભગવાનની આરતી ઉતારવામાં આવી.ગૌ પૂજન: ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન ગાયોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું.ગૌશાળાના અતુલ વિષ્ણુ દાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિશ્વમાં શાંતિ સ્થપાય અને ગૌમાતાનું રક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ખાસ ‘શ્રી નરસિંહ કવચ’ ના પાઠ કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ભગવાન નરસિંહ સર્વ વિઘ્નોનો નાશ કરનારા અને ભક્ત વત્સલ છે. જે રીતે તેમણે પ્રહલાદ મહારાજની રક્ષા કરી હતી, તેવી જ રીતે તેઓ આધુનિક સમયમાં પણ શ્રદ્ધાળુઓના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને વિપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે. મોરબીના તમામ ધર્મપ્રેમી જનતાને ગૌરક્ષા અને વિશ્વ કલ્યાણ અર્થે નરસિંહ કવચના પાઠ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!